આ વર્ષે જો સરકારે રથયાત્રા કાઢવી હોય તો તે પહેલાં લગ્ન-મરણ, ધાર્મિક-સામાજિક તથા રાજકીય કાર્યક્રમો, સભા, સરઘસ પરનાં નિયંત્રણો સંપૂર્ણપણે ઉઠાવી લેવા પડશે. જ્યાં સુધી આ નિયંત્રણો ઉઠાવાય ત્યાં સુધી રથયાત્રા પણ કાઢી શકાશે નહીં અેવી ચર્ચાઓ નાગરિકો-પોલીસ તંત્રમાં શરૂ થઈ ગઈ છે. ચર્ચા છે કે, સામાન્ય નાગરિક માટે કેટલાક નિયંત્રણો છે ત્યારે સરકાર રથયાત્રા કાઢીને લાખો લોકોની ભીડ ભેગી કરી શકે નહીં