ચીનની 5G ટેકનોલોજીને ટક્કર આપવા માટે જીટીયુ સ્વદેશી 5G એન્ટેના વિકસાવશે. જીટીયુની ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજીએ લાર્જ એરિયા કવર કરતાં 5G એન્ટેના વિકસાવીને કૃષિથી લઈને તમામ ઉદ્યોગોમાં વાયરલેસ ટેક્નોલોજીનો ઉપયોગ થશે. જેથી 5 થી 10 મિલી સેકન્ડમાં જ તમામ વાયરલેસ ડિવાઈસ કનેક્ટ થઈ શકશે.